સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

30 માર્ચ 2024

વિશ્વ નારી વિભૂતિ : 5 શિતલ માલાણી


                            🙏ભારતીય સાહિત્યકાર નારી વિભૂતિ. - શિતલ માલાણી 🙏



નમસ્કાર,

આજ હું આપની સાથે ગુજ્જર(ગુજરાત) એવા ગોળ તાળાની જનની જામનગરની દીકરી શિતલ માલાણી જે એક નવોદિત પ્રતિભા એવી વિરલ નારી છે. તેની રોચક વાતો તેમના શબ્દોમાં આપની સક્ષમ રજુ કરવા જઈ રહી છું.

👉પરિચય માહિતી :- સાહિત્યકાર * નામ :- શિતલ માલાણી * ઉપનામ :- 'શ્રી' * જન્મ તારીખ :- ૧૫/૧/૧૯૭૯ * જન્મ દેશ :- ભારત * જન્મ રાજ્ય :- ગુજરાત * જન્મ શહેર :- જામનગર * જન્મ ગામ :- જામનગર * પિતાનું નામ :- બાબુભાઈ એ. સંઘાણી * માતાનું નામ :- લાભુબેન બી. સંઘાણી * ભાઈ - બહેન :- છ બહેનો છીએ. * પિતાનો વ્યવસાય :- હાલ નિવૃત, CBIમાં બેંક મેનેજર હતા. * પ્રારંભિક અભ્યાસ :- 1. બાળમંદિર થી ધોરણ- ૨ સુધી લતીપુર પ્રાથમિક શાળામાં. 2. ધોરણ - ૩ થી ધોરણ - ૭- વિનય વિદ્યા મંદિર, જામજોધપુર ખાતે. *માધ્યમિક અભ્યાસ :- ધોરણ ૮ થી ધોરણ - ૧૨ સુધીનો અભ્યાસ 'શ્રી રતનબઆઈ કન્યા વિદ્યાલય' જામનગર. *સ્નાતક :- B.A. with economic શ્રી એ. કે. દોશી કોમર્સ એન્ડ આર્ટસ મહિલા કોલેજ, જામનગર. *ઊંચાઈ :- 5'2.5 *વજન :- 62 *સિધ્ધિઓ/મેડલ/એવોર્ડ :-

1. પ્રતિલિપિ તરફથી સુપર રાઈટર એવોર્ડના પાંચ એવોર્ડ,

2. સિવાયના રાજપત્ર,

3. વિશિષ્ટ લેખનમાં તેમજ કવિ સંમેલનના એવોર્ડસ તેમજ પુરસ્કાર.

4. બાલસૃષ્ટિ, યુવા ભારત કલમોત્સવ, ફિલિંગ્સ વગેરે મેગેઝિનમાં તેમની કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.



👉આપને શીતલબેનના શબ્દોમાં જ સાંભળીએ તેમની જાણી અજાણી વાતો.* 1. જીવનનો પ્રથમ લેખન તરીકેનો અનુભવ :- શાળા સમયે વેકેશન પર પહેલી કવિતા લખી હતી. હું નવમા ધોરણમાં હતી, ત્યારે રાજ્યકક્ષાએ મારી લખેલી 'ભ્રષ્ટાચાર' કવિતાને પ્રથમ ઈનામ મળેલું ત્યારે જ કલમનો સાથ કદી નથી છોડવો એવો નિર્ધાર કરેલો. 2. પ્રથમ મંચ કાર્યક્રમનો અનુભવ :- એકદમ સરસ. એમાં પણ વિદ્યાર્થીઓ સાથે વાતો કરવાનો લ્હાવો મળ્યો એ ખૂબ ગમ્યું હતું. 3. આવતા વર્ષોમાં કોઈ લેખનની કલમ, પુસ્તક કે અન્ય આયોજન તેની વિગતો :- મારી નવલકથા 'જર, જમીન ને જોરૂં' નામનું પુસ્તક પ્રકાશિત થવાના આરે છે. જીવનસાથી, વાર્તાયન, શબ્દધારા, મેરી કલમ સે, વગેરે સહિયારા પુસ્તકમાં લખ્યું છે. હું યુવા ભારત મેગેઝિનમાં પણ લખતી હતી. ટૂંક સમયમાં 'ટહુકાર મેગેઝિન' દ્વારા નવું પગથિયું ચડવા જી રહી છું.



👉લેખન તરીકેની સફરમાં આવેલ પડકારની વિગતો:- *શારીરિક પડકારો :- કદી તકલીફ નથી પડી. *માનસિક પડકારો :- હા, સમય અને વિચાર બેયનું સમતોલન જાળવવામાં ક્યારેક થાપ ખાઈ જતી હોઉં છું. *સામાજિક પડકારો :- પરિવારે પૂરી રીતે સહકાર આપ્યો છે. એટલે હું સમાજની વાતો વિશે વિચારીને અટકી જ નથી. *પારિવારિક પડકારો :- મજદારીથી સાથ આપનારો પરિવાર મેળવ્યો છે એટલે સમય ને સંબંધ શાંતિથી સચવાઈ જાય છે. કદી મુશ્કેલી ઊભી નથી થઈ‌. 4. અન્ય માહિતી :- અમે ચાર બહેનોએ સાથે મળીને શરૂ કરેલી 'શબ્દધારા' નામની સાહિત્યિક ચેનલને હાલના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી સન્માનપત્ર મળ્યું છે. એ સૌથી મહત્વની સિદ્ધિ છે. હું અમદાવાદથી પ્રકાશિત થનારા સનવીલા અખબાર, દીપ ભાસ્કર તેમજ ગુજરાત સત્તા જેવા અખબારોમાં કોલમ લખું છું. 5. અન્ય પ્રવુતિઓ :- હું નવલકથા સિવાય મૂવી સ્ક્રીપ્ટ પણ લખું છું. અત્યાર સુધી ૧૭ ગુજરાતી શોર્ટ મૂવી રિલીઝ થયા છે. હું ગુજરાતી ગીત પણ લખું છું. *શોર્ટમૂવી:- 1. પટારાની કૂંચી 2. અભાગણી ગરીબી 3. રક્ષાબંધન 4. સોનાની વાવણી 5. જમાઈનું અભિમાન તૂટ્યું 6. દીકરી, વ્હાલની વીરડી 7. સગપણ માટે છળકપટ 8. મહેમાન મામી 9. ચોરટી ગેંગ 10. પંચાતડી પડોશણ 11. સેવાનું ફળ 12. આંગળિયાત.. દીકરી કે દીકરો 13. કદર ( કામવાળીની માનવતા) 14. વહુની જવાબદારી 15. અભાગણીની આવડત 16. લીલી વાડી 17. પપ્પાના પરસેવે 6. લોકોને આપવા માંગતા હોય તેવા સંદેશો :- "જવાબદારીઓને સ્વીકારીને એને કુનેહથી નિભાવતા શીખો. ટીકાઓથી ન ડરો. મહેનત કરવામાં કદી કંઈ કચાશ ન છોડવી." 7. આપનું જીવન સૂત્ર :- "ભૂતકાળના ભયને ભૂલીને વર્તમાન ને વાસ્તવિકતામાં જીવતા શીખો." - નયના જે. સોલંકી - આંખો - સુરત.


4 ટિપ્પણીઓ:

Khyati Thanki કહ્યું...

ખુબ ખુબ અભિનંદન
👌🏻👌🏻👌🏻✍🏻✍🏻✍🏻✍🏻

Parin Dave કહ્યું...

Wah Ben.... Khub j saras 👌👌👌

Sanjay prajapati કહ્યું...

Khub jjjjjjjjjjjj saras mahiti prerna dayak nari etle sheetal Malani khub khub abhinandan

Dipak Vaishnav કહ્યું...

ખૂબ જ પ્રેરણાદાયી વ્યક્તિત્વ..
સફળતાના ઉત્તમોત્તમ શિખરો સર કરો અને સમાજના બહોળા વર્ગને ઉપયોગી થાવ એવી શુભેચ્છા અને અભિનંદન 💐

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.