કાવ્યાર્થ ગ્રહણ વખતે
ધ્યાનમાં રાખવાની બાબત.
‘પદ્યાર્થગ્રહણ’ કે ‘પદ્યસમીક્ષા’ એટલે કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજવો
અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપવા.
1. આપેલા કાવ્યને શાંત – સ્વસ્થચિત્તે બે-ત્રણ વાર વાંચી જાઓ.
કાવ્ય વાંચતાં પહેલાં એક વાર પ્રશ્નો વાંચી લેવા જોઈએ.
2. કાવ્યમાં રહેલા મુખ્ય વિચારને સમજવાનો પ્રયત્ન કરો.
તેમાં રહેલી કલ્પના કે અલંકારને સમજવાનો પ્રયત્ન કરો.
કાવ્યમાં આવતા અઘરા શબ્દો સમજવા માટે પૂર્વાપર સંબંધનો ઉપયોગ કરવો.
૩. એક-એક
પ્રશ્ન વાંચીને તેનો ઉત્તર કાવ્યમાંથી શોધી કાઢો.
ઉત્તરોને લગતા મુદ્દાઓની એક રફ પાના પર નોંધ કરો. બધા
પ્રશ્નોના ઉત્તરો માટેના મુદ્દા નોંધી લીધા બાદ તેમના આધારે પ્રશ્નોના ઉત્તર લખો.
4. ઉત્તરો ટૂંકા, મુદાસર અને પોતાની ભાષામાં જ લખવા જોઈએ.
કાવ્યની ભાષા ભલે અઘરી હોય પણ એના પર આધારિત પ્રશ્નનો ઉત્તર
લખવાનો હોય ત્યારે સરળ ભાષામાં લખવો. કોઈ પણ ઉત્તર ચાર-પાંચ વાક્યોથી વધુ વિસ્તૃત
ન થવો જોઈએ.
5. તમારા ઉત્તરોના લખાણમાં જોડણી, વિરામચિહ્નો વગેરે પર ખાસ ધ્યાન આપો.
જો લખાણની ભાષા શુદ્ધ નહીં હોય, તો ગુણ કપાઈ જવાની શક્યતા છે.
6. શીર્ષકઃ કાવ્યના ભાવ અથવા વિચારનું પ્રતિબિંબ પડતું હોય એવું અને ટૂંકું
શીર્ષક આપવું.
શીર્ષક કાવ્યનો આત્મા છે, તેથી શીર્ષક આપતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી.
7. લખેલા ઉત્તરો એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવા.
હવે કાવ્યસમીક્ષા માટે અહીં આપેલાં કાવ્યો અને તેમના
પ્રશ્નોત્તરોનો ચીવટપૂર્વક અભ્યાસ કરો.
1 ટિપ્પણી:
કાવ્યાર્થ ગ્રહણ વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની ખૂબ સરસ માહિતી આપી.
નયનાબેન જે સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન 🌹
આપ સતત આવી માહિતી આપતા રહો એવી આશા
ફરી વખત નયનાબેનને અભિનંદન 💐
ટિપ્પણી પોસ્ટ કરો