પ્રશ્ન :-
પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ
અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની સાથે એવી મહોબત છે કે
પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ
જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા
લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે. પુસ્તક
માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર
હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી કંઈ કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો
કરી શકો છો, સફર કરી શકો છો. ?પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના
જેવો આનંદ દુનિયામાં એકે નથી.
– મોહમ્મદ
માંકડ
ઉત્તરઃ
શીર્ષક
: પુસ્તક એક જાદુઈ દીવો
પુસ્તક આધુનિક
માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલોજાન
દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી
વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની જેમ પુસ્તક
જ્ઞાનરૂપી ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો