પ્રશ્ન :-
શ્ચાત્તાપ
એ એક કીમતી ધર્માનુભવ છે. જે વાસણ માટી કે રાખથી સાફ થતાં નથી તે જેમ તેજાબથી સાફ
થાય છે ને કાટ બધો ઓગાળી કે બળી જઈ વાસણ ચળકવા માંડે છે, તેવી જ રીતે
ધર્મજીવન પર બાઝેલી કેટલીયે શિથિલતા પશ્ચાત્તાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક
પલટો ખાય છે. ખરેખર પશ્ચાત્તાપની અસર તેજાબથી ઓછી નથી હોતી. સૃષ્ટિ માટે ને એમાંય
માનવજીવન માટે ઈશ્વરની યોજના છે મંગળ ને પવિત્ર. એમાં ભંગાણ પાડી શકે માનવીની
મૂર્ખાઈથી, પણ
એ ભંગાણ પાછું સંધાય છે. માનવીના પશ્ચાત્તાપથી ને ઈશ્વરની અનહદ કૃપાથી. આખરે એની એ
દિવ્ય યોજના આગળ ચાલવાની જ.
– કાકા કાલેલકર
ઉત્તરઃ
શીર્ષક
: પશ્ચાત્તાપની તેજાબી અસર
પશ્ચાત્તાપથી ધર્મજીવન પર બાઝેલી શિથિલતા
દૂર થાય છે. સૃષ્ટિ માટે અને માનવજીવન માટે ઈશ્વરની મંગળ અને પવિત્ર યોજના છે.
એમાં ભંગાણ માનવીની મૂર્ખાઈને લીધે પડે છે. ઈશ્વરની યોજનામાં પડેલું ભંગાણ માનવીના
પશ્ચાત્તાપથી અને ઈશ્વરની અનહદ કૃપાથી ફરી સંધાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો