પ્રશ્ન :-
શિસ્તના
બે પ્રકાર છે: સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત, સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ’ એ ન્યાય મુજબ
વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે; પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત
નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો
વિકાસ થઈ શકે છે. ફરજિયાત પળાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયંશિસ્તમાં ભયને
કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી-વિચારીને શિસ્તનું પાલન કરે છે.
આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા
દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં
વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ-મિલકતનું
નુકસાન, હડતાલ, મારામારી વગેરે
ગેરશિસ્તનાં જ પરિણામ છે. શિસ્તને સદ્વ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને
જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે.
ઉત્તરઃ
શીર્ષક
: શિસ્તનું મહત્વ
સાચા વિકાસનું
કારણ સ્વૈચ્છિક શિસ્ત શિસ્તના બે પ્રકાર છે સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત.
સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણામાં
સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ
પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સવ્યવહાર સાથે
ગાઢ સંબંધ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો