સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

30 ઑગસ્ટ 2024

મોટીવેશન વાર્તા - 20 (સ્વર્ગ જેવું મંદિર)

 


’ *સ્વૅગ જેવુ મંદિર'...... .* 



પરાશર મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય...!


હમણાં જ માર્કેટમાં નવી આવેલી 'સ્વૅગનુ મંદિર’ એ ગેમ પર પરાશર નું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી.


‘સ્વૅગનુ મંદિર’ ગેમ મોબાઇલમાં ડાઉનલોડ થતાંની સાથે પરાશરની તમામ માહિતી માંગી લીધી અને પરાશર ની જિંદગી તથા તેનો મોબાઇલ બન્ને આપોઆપ ‘ સ્વૅગનુ મંદિર’ ગેમ નાં અંકુશમાં આવી ગયા.


આ ગેમ કોઇ સામાન્ય ગેમ નહોતી, તેના નિયમો સખ્ત હતા. કોઇપણ પ્લેયરને અધવચ્ચે ગેમની બહાર નીકળવની છૂટ નહોતી.


'સ્વૅગનુ મંદિર' ગેમનાં બે રૂલ ખૂબ મહત્વના હતા.


૧. દરરોજ સવારે ૪ વાગે દિવસનો એક દાવ મળતો જે માત્ર દસ મિનિટ જ ડિસ્પલે પર દેખાય.


૨. રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં તે દાવ પુરો કરી તેના જણાવ્યા મુજબના ફોટો કે વિડિયો અપલોડ કરવા.


પરાશરે તેમાંથી પાંચ લેવલવાળી ગેમ સિલેક્ટ કરી અને તેની જિંદગીની એક રોમાંચક સફર શરુ થઇ.


પરાશર મોબાઇલનો વ્યસની સાથે આળસું અને બેજવાબદાર પણ ખરો...!


તેને ઘરની કે પરિવારની ક્યારેય લેશમાત્ર પરવા નહોતી.


ઓફીસ દસ વાગ્યાની એટલે ઉઠે આઠ વાગ્યે...!


અને રવિવારે તો જમવા ટાઇમે જ ઉઠવાનું.. રાત્રે મોડા સુધી ગેમ જ રમવાનો તેનો સ્વભાવ. પણ ‘ સ્વૅગનુ મંદિર ’એ ગેમ માટે તે સ્પેશ્યલ એલાર્મ મુકી રવિવાર હોવા છતાં સવારે વહેલો ઉઠી ગયો.


પરાશર માટે પહેલો દાવ હતો ‘આજે એક દિવસ માટે તમારી પત્ની જે કામ કરે છે તે તમામ કામ કરવાના, અને સવાર સાંજ જમવાનું બનાવી પત્નીને જમાડવી અને તેના ફોટા અપલોડ કરવા અને તમારી પત્નીને પચાસ વાર ‘હું તને ચાહું છું’ કહેતો વિડિયો અપલોડ કરવો.’


દસ મિનીટ પછી તે દાવ આપોઆપ ગાયબ થઇ ગયો..


પરાશર ને પહેલો જ દાવ પેચીદો લાગ્યો. કારણ કે આ ગેમમાં કોઇ ડિસ્પ્લે પરની ગેમ નહોતી આ તો જિંદગીની ગેમ હતી.


પરાશર અને તેની પત્નીને છેલ્લા કેટલાક વર્ષથી વધુ પડતા કામકાજ ને કારણે અબોલા જેવી જ જિંદગી હતી. પરાશર ની મોબાઇલની લતનાં કારણે અને દોસ્તો સાથે રાત્રે બેસી રેહવાની આદત ને કારણે નિશા અનેકવાર ઝઘડતી પણ પરાશર તેને ક્યારેય ધ્યાને ન લેતો.


‘સ્વૅગનુ મંદિર’ એ ગેમ નો પહેલો દાવ પુરો કરવા પરાશરે જીવનમાં પહેલીવાર રવિવારની સવારે ઘરકામ શરુ કર્યું.


ઘરના કચરાં- પોતાં, વાસણ વગેરે કામ નિશા ઉઠે તે પહેલાં જ કરી નાંખ્યા અને દરેકનો સેલ્ફી લઇ લીધો. ઘરમાં રોજ આટલો કચરો હોય છે તે પરાશરને પહેલીવાર ખબર પડી.


નિશા ઉઠી તે પહેલા ઘર તો સરસ સજાવીને તૈયાર હતું. નિશા માની નહોતી શકતી કે પરાશર આ કામ કરી શકે છે. પછી તો તે બપોરનું જમવાનું, સાંજનું જમવાનું પરાશર બનાવ્યું અને પત્નીને પ્રેમથી જમાડી. અને સાંજે પચાસવાર ‘હું તને ચાહું છુ’ કહેતો વિડીયો પણ ઉતારી સમયથી પહેલાં અપલોડ કરી દીધો.


રાત સુધીમાં પરાશર થાકી ગયો હતો. નિશા એ તે રાતે પરાશર ના પગ દબાવ્યાં. અને એક દિવસમાં તેમનું દાંપત્યજીવન પલટાઇ ગયું.


‘તમે કેટલા સારાં છો, પરાશર..!’ નિશા ને આજે તો વર્ષો પહેલાનો પરાશરે ફરી મળ્યો હોય તેમ લાગ્યું અને તે રાતે તે બન્નએ ઘણાં સમય પછી મન મુકીને વાતો કરી.


‘ખરેખર, નિશા હું માનતો હતો કે ઘરકામ તો સાવ સામાન્ય છે, પણ ઓફીસ કરતા ઘરનું કામ વધુ મહેનતવાળું અને ચોક્સાઇવાળું છે તેનો આજે અહેસાસ થયો, ‘આઇ લવ યુ, નિશા ’’ પરાશરે રાત્રે નિશા ને ખરા દિલથી કહ્યું હતુ તેમાં ‘સ્વૅગનો મહેલ ’ આ ગેમનો કોઇ દાવ નહોતો.


‘તમે આજે કેટલા વર્ષો પછી મને ‘ આઇ લવ યુ’ કહ્યું...!’ નિશા ના આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.


‘મને માફ કરી દે...! તને નહોતો સમજી શક્યો પણ આજે સ્ત્રી બની કામ કર્યુ તો ખ્યાલ આવ્યો કે પત્ની તરીકેની જવાબદારી પણ ઘણી મોટી છે...!


પરાશરે તેના બન્ને હાથને પોતાની હથેળીમાં દબાવી પોતાના વર્ષોથી દાંમ્પત્યજીવનમાં પડેલી તિરાડોને પુરી દીધી.


પહેલા દિવસે જ ‘ સ્વૅગના મહેલે ’ પરાશરના જીવનને બદલી નાખ્યું.


બીજા દિવસ સોમવાર સવારે ચાર વાગે પરાશર ને બીજો દાવ મળ્યો, ‘પરાશર , તારા દિકરાનિરવને તું હોસ્ટેલ માં મુકી આવ્યો છે, આજે હોસ્ટેલ માં જઇને એક કલાક તેની પાસે બેસ અને તેના ફોટા અપલોડ કર.’ પરાશર માટે આ ટાસ્ક અઘરો નહોતો. સાંજે ઓફીસનું કામ પતાવી દીકરાનિરવ ની હોસ્ટેલમાં ગયો.


‘દીકરા નિરવ તારા ડેડી તને મળવા આવ્યાં છે.’ પ્યુને દીકરાનિરવ ના રૂમ પાસે જઇને બુમ પાડી.


અને સાવ નીચું જોઇને દીકરો નિરવ તેના પપ્પા પાસે આવ્યો. તે સૂનમૂન હતો. બન્ને ઓફીસમાં બેઠા.


પરાશરે પુછ્યું, ‘કેમ દીકરા નિરવ ચુપ છે ?’ ‘કાંઇ નહી...!’ દીકરાનિરવે ટુંકમા જવાબ આપ્યો. ‘અહીં ફાવે છે’ને ?’


પણ, દીકરો નિરવ ચુપ હતો. પરાશરે તેના મોબાઇલમાં દીકરા નિરવ સાથેના ફોટા લઇ લીધાં પછી પરાશરે ફરી કહ્યું, ‘બેટા, આ તો શહેરની સૌથી મોંઘી સ્કુલ છે અને અહીં તો આપણાં ઘર કરતાં પણ સારી જમવાની અને ભણવાની સગવડ છે, અને અહીં તારું પરિણામ પણ સુધરશે.’


દીકરાનિરવે ધીરેથી જવાબ આપ્યો, ‘પપ્પા તમને ખબર છે, ઇતિહાસમાં એવુ ભણવામાં આવે છે કે જો કોઇ ભૂલ કરે તો તેને કાળાપાણીની સજા થાય, જો કે છોકરા પરિણામ નબળું લાવે તો હોસ્ટેલમાં રહેવાની સજા કરવામાં આવે તે હવે પછીના ભવિષ્યમાં જરુર લખાશે. પપ્પા, મારે મોંઘી સ્કુલ નહી મારા મમ્મી-પપ્પા જોઇએ છે, સ્વાદીષ્ટ મિષ્ઠાન્ન નહી મમ્મીનાં હાથનો કોળીયો જોઇએ છે.....!’ અને નાનકડો દીકરો પોતાના આંસુઓને દબાવી પોતાના રૂમમાં દોડી ગયો.


પરાશર તેના પગલાંની નાની નાની છાપ પર એકીટશે જોઇ રહ્યો. ચોથા ધોરણમાં રીઝલ્ટ ઓછું આવ્યું તો તે રાતે ધમકાવીને પરાણે તેનું હોસ્ટેલ માં એડમિશન કરાવી દીધું હતું. તે બાબતે નિશા અનેકવાર ઝઘડી હતી પણ પરાશર નિશા ની કોઇ વાત માનવા તૈયાર નહોતો અને દીકરાનિરવ ને હોસ્ટેલ મુકી આવેલો.


પણ આજે દીકરા નિરવની વાત સાંભળી પરાશર ખળભળી ગયો.


પોતે બેજવાબદાર પિતા હતો તેની સજા દીકરા ને મળી છે તેનો અહેસાસ થયો. પરાશરે તે ફોટા અપલોડ કરી તેનો બીજો દાવ પુરો કરી દીધો, પણ હવે તેની આંખો ભરાઇ આવી.


તે રાતે જ દીકરાનિરવ નું હોસ્ટેલનું એડમિશન કેન્સલ કરાવી દીકરા નિરવને પોતાની સાથે ઘરે લઇ આવ્યો.


દીકરાનિરવ ને ઘરે પાછો આવેલો જોઇ નિશા તો તેને વળગી પડી. બે દિવસમાં પરાશરમાં આવેલા સુખદ પરિવર્તનથી નિશા ખુશ હતી.


ત્રીજા દિવસનો દાવ પરાશર માટે સહેજ અઘરો હતો, ‘તમારા સૌથી અપ્રિય વ્યક્તિને જમવા માટે બોલાવો અને તેની માફી માંગતો વિડિયો અપલોડ કરો.’


સવારે જ પોતાના ન ગમતાં વ્યક્તિને યાદ કરવો તે પરશરને ન ગમ્યું. પણ હવે ત્રીજું લેવલ પણ પાર કર્યે જ છૂટકો હતો. સૌથી અપ્રિય વ્યક્તિ એટલે ‘મનોહર ’. ઓફિસમાં તેનો જુનિયર મનોહર અત્યારે તેનો સિનિયર મેનેજર બની ગયો હતો. પરાશર ની મોબાઇલની આદતોને કારણે મનોહરે તેને ઘણીવાર નોટીસ પણ આપી દેતો. પરાશર મનોહર ને ભારોભાર નફરત કરતો પણ આજે તેને જ જમવા માટે આમંત્રણ આપવાનું હતું.


ઓફીસમાં મનોહર ને સાંજે જમવા માટેનુ આમંત્રણ આપ્યુ . જો કે મનોહર માટે પણ તે આંચકા સમાન હતું.


અને હોટલમાં બન્ને એકલા ભેગા થયા. ભોજન પીરસાઇ ગયું. પરાશરે ધીરેથી મનને મક્કમ કરી મનોહર ની સામે જોઇને કહ્યું, મનોહર, આપણે અનેક વખત ઝઘડ્યા છીએ. હું મારી બધી ભૂલોને સ્વીકારું છું અને માફી માંગુ છું.’ પરાશરે તેનો વિડિયો કેપ્ચર કરી લીધો. મનોહર માટે પરાશરે માફી માંગે તે માન્યામાં ન આવે તેવી ઘટના હતી.


તેને પણ પરાશર નો હાથ પકડી કહ્યું, ‘ભગવાને એ કહ્યું છે કે માફી માંગવી અને માફી આપવી તે બન્ને ભગવાનેને પસંદ છે. આજે તારામાં ખરેખર મને ભગવાન ના દશૅન થાય છે. હું તને ક્યારેય નફરત નથી કરતો પણ તારી કામ પ્રત્યેની આળસ, બેદરકારીપણું અને આ મોબાઇલની લતથી આપણી વચ્ચે વૈચારીક સમસ્યાઓ સર્જાય છે. જો તું આજે માફી માંગે છે તો બસ તારી આ આદતો બદલી નાંખ તું પણ જિંદગીમાં ખૂબ આગળ વધીશ.’


મનોહરે સાફ દિલથી તેને માફ કરી અને પરાશર ને તેના જીવન પરિવર્તન માટે સોનેરી સલાહ આપી અને બન્ને વચ્ચેની વર્ષોની ખાઇ એક ક્ષણમાં પૂરાઇ ગઇ. પરાશરે ‘સ્વૅગનુ મંદિર ’ગેમ નું ત્રીજું લેવલ પસાર કરી દીધું.


હવે બુધવારનું ચોથું લેવલ તેને મળ્યું, ‘આજે તારા એક એવા મિત્રને મળવાનું જેને તું વર્ષોથી મળવા ચાહે છે પણ મળી શકતો નથી.’


અને તરત જ પરાશર ને પોતાના બાળપણનાં જુના મિત્ર ‘નવિનની’ ની યાદ આવી ગઇ. બન્ને કોલેજ સુધી સાથે ભણતાં. પણ ગામડું છોડ્યા પછી તેને મળવા એકપણ વાર નહોતો ગયો. તે એક્વાર શહેર આવેલો તેની તબીયત સારી નહોતી એટલે ચેકઅપ કરાવવા...! તેનાય ચાર વર્ષ થઇ ગયા હશે. આજે તો મળવું જ પડશે એમ વિચારી બપોર પછી ઓફીસમાં રજા લઇને પરાશર ગામડે પહોંચી ગયો.


નવિન ના ઘરમાં પગ મુકતા જ ઘરની ગરીબી પરાશરને આંખે વળગી. તેની નાની દિકરી પારણાંમા ઝુલી રહી હતી. નવિન તેને હિંચકા નાખી રહ્યો હતો. નવિન સાવ અશક્ત અને તેનું શરીર પણ સુકાઇ ગયું હતું.


‘અરે, પરાશર આજે ઘણા વર્ષે ભૂલો પડ્યો…!’ માંડ માંડ પથારીમાં બેઠો થઇ શક્યો.


‘કેમ શું થયું છે, તને..?’ પરાશરે તેની આંખોમાં નજર નાંખતા કહ્યું. ‘આ તો ફેફસાનો ટીબી.... અને....’ નવિન ના શબ્દોમાં જ તેની દયનીય હાલત, લાચારી અને ગરીબીનો ચિતાર મળી ગયો.


‘ભાભી ક્યાં છે ?’ પરાશરે રસોડા તરફ નજર નાંખી. ‘એ તો ખેતરમાં કામે ગઇ છે, હવે મારાથી કોઇ કામ થતું નથી એટલે તે મજુરીએ જાય છે. હમણાં જ આવશે.’ નવિન પરાણે રસોડા સુધી ગયો અને ગ્લાસ પાણી લઇ આવ્યો પણ દસ ડગલા માંડતા તો તેનો શ્વાસ ધમણની માફક ફુલી ગયો. પરાશર નવિન ની હાલત જોઇને બેચેન બની ગયો. તેની નાની રૂપકડી દિકરીને પારણાંમાંથી તેડીને નવિન સાથે સેલ્ફી લીધો. જો કે અંદરથી તો મનમાં પોતે વર્ષોથી પોતાના મિત્રની કોઇ દરકાર ના કરી તેનો વસવસો જ હતો.


‘સારુ નવિન હું જાઉં છું.. મારે એક અગત્યનું કામ હતું એટલે આવ્યો હતો. પણ હું અહીં નિયમિત આવીશ. શહેર આવે ત્યારે જરુર ઘરે આવજે.’ પછી પરાશરે પોતાના પાકીટમાં રહેલા દસ હજાર જેટલા રુપિયા તે પારણામાં મુકી દીધા.


   નવિન તો તે જોઇને સાવ દિક્મૂઢ બની ગયો. તે પૈસા પાછા આપવા લાગ્યો પણ પરાશરે કહ્યું, ‘તારી દિકરીને પહેલી વાર જોઇ છે. આ તેના છે.. અને જો હજુ જરુર પડે વિના સંકોચે કહેજે... નવિન માફ કરજે, વર્ષો સુધી હું તને મળી ન શક્યો....!’ અને પરાશર રડતા ચહેરે નવિન થી મોં સંતાડીને ચાલ્યો ગયો.


    ચાર સ્તરમાં પરાશર ની જિંદગી સાવ બદલાઇ ગઇ. પોતાની પત્ની, બાળક, સહકર્મચારી કે લંગોટીયા મિત્રની ક્યારેય ચિંતા જ નહોતી કરી અને સાવ બેપરવાહ બની માત્ર પોતાની જિંદગીમાં જ મશગુલ બની જીવ્યો હતો. જ્યારે ‘સ્વૅગનુ મંદિર’ ગેમ ના આ ચાર સ્તરમાં પરાશર હવે જવાબદાર વ્યક્તિ બની ગયો હતો.


હવે કાલે સવારે તેને છેલ્લો દાવ મળવાનો હતો.અને છેલ્લો દાવ હતો. ‘મૃત્યુનો`..! પરાશર તારે તારુ કફન તૈયાર કરવાનું અને ચાર મિત્રને લઇ જીવતે જીવત શ્મશાન યાત્રા કાઢવાની. આ તારી જીવતી શ્મશાન યાત્રા છે. આ દાવ પુરો થતાં ‘સ્વૅગનુ મંદિર’ ગેમ નાં વિનર ગેલેરીમાં સ્થાન અને તેના રોકડ પુરસ્કારનો હકદાર બનશે.’


     ખૂબ પેચીદો આ દાવ કરવો શક્ય નહોતો પણ હવે પરાશરે છેલ્લું રીસ્ક લેવા તૈયારી કરી. જાતે પોતાનું કફન ખરીદી અને પોતાના મિત્રોને બોલાવી લીધા.


‘શું પરાશર ગાંડો થયો છે ?’ બધાના મોંએ આ એક જ પ્રશ્ન હતો.


      પણ આખરે પોતાનું કફન ઓઢી પરાશર ખાટલામાં સૂઇ ગયો. અને જ્યારે બધાએ રામ બોલો. ભાઈ રામ, ઉંચક્યો ત્યારે પરાશર ને ભાન થયું કે ખરેખર જિંદગી આમ એક દિવસ તો પુરી થવાની જ છે, છેલ્લે તો મરવાનું છે તો બસ હવે સારી રીતે જ જીવવી છે. પોતાનાથી શક્ય હોય એટલી સૌને મદદ કરવી, પોતાનાથી કોઇને’ય તકલીફ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો.... અને છેલ્લે તો શ્મશાન માં જ જવાનું છે તો પ્રેમથી જ જીવવું તે બોધ જીવતે જીવત સોડતાણીને સૂતા પરાશર ને મળી ગયો હતો.


     પરાશરે ‘સ્વૅગનુ મંદિર’ ગેમ નો છેલ્લો દાવ પુરો કરતાં જ જીવનનો સાર સમજી ચુક્યો હતો. તેને પોતાની જીવતી મરણ યાત્રાનો વિડિયો અપલોડ કરી દીધો.


     પરાશર ના દરેક દાવ ને ‘સ્વૅગનુ મંદિર’ ગેમે પ્રસારીત કરી કરોડો લાઇક્સ અને ખૂબ મોટી કમાણી પણ કરી લીધી. ‘ સ્વૅગનુ મંદિર ’આ ગેમે જિંદગી બદલી નાખી શ્રેષ્ઠ ગેમની સર્વોત્તમ એપ બની ગઇ.


    પરાશર ની બદલાતી જિંદગી વિશ્વના સેંકડો લોકોએ નિહાળી અને તેનો રોકડ હિસ્સો પરાશર ને મળ્યો. પરાશરે તે બધી રકમ નવિન ને આપી દીધી અને પોતાના પરિવાર સાથે પ્રેમથી જીવવાનું શરુ કરી દીધુ.


      હવે પરાશર ખૂબ સારી રીતે સમજી ચુક્યો હતો કે, મોબાઇલ કરતા સાથે રહેલા માણસની કિંમત વધુ હોય છે. પોતાનો પરિવાર, મિત્રો અને પોતાને મળેલી જિંદગીનો સમય જ જીવનની શ્રેષ્ઠ મૂડી છે અને પરાશરે મોબાઇલની ગેમ ત્યજીને જીવનની સુખમય ગેમ રમવાનું શરૂ કર્યું.


*સારાંશ*


'તમારી બાજુમાં જીવતાં માણસને ધ્યાનથી જોઇ લેજો,

નહિતર એક હસતો ડિસ્પ્લે પણ કાયમ માટે ખોઇ દેશો.

ગેમ એવી હોય જે સુખમય જીવનનું સર્જન કરે.

નહિ કે કોઈના જીવનનું વિસર્જન કરે.'



(સંકલિત)

- નયના જે. સોલંકી

28 ઑગસ્ટ 2024

ઝવેરચંદ મેઘાણી: ગુજરાતીઓનું હદય

 




**ઝવેરચંદ મેઘાણી: ગુજરાતીઓનું હદય**




'ઝવેરચંદ તારા કાવ્યોનું સૌંદર્ય છે અમૂલ્ય,  

લોકસાહિત્યમાં ઘૂંટતો, તું સાદગીનો શબ્દ,  

ગુજરાતના દિલમાં વસે, શબ્દી સર્જન તારો,  

અક્ષર મહીં અમર તું, કવિ કલ્પના અઢળક.'

 

      ઝવેરચંદ મેઘાણી, જેમણે ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યમાં અનમોલ યોગદાન આપ્યું છે, એ ગુજરાતના હદય તરીકે ખ્યાતિ પામ્યા છે. તેઓ માત્ર એક લેખક નહીં, પણ એક લોકકવિ, એક સામાજિક કાર્યકર અને સમાજના અસ્તિત્વને સારી રીતે સમજનાર વ્યક્તિ હતા.


**જીવનનો પરિચય:**

       ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ ચોટીલા, ગુજરાતમાં થયો હતો. તેમનું બાળપણ ગામડાની સાથે વીત્યું, જ્યાં તેઓએ ગુજરાતની ધરતી, સંસ્કૃતિ, અને તેના લોકોની ગરિબાઈ અને સંઘર્ષને નજીકથી અનુભવ્યું. તેમનું આ અનુભવો એમના સાહિત્ય અને કાવ્યોમાં પ્રગટ થાય છે.


**સાહિત્યમાં યોગદાન:**

       ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના લોકજીવન અને સંસ્કૃતિને ખુબ જ વાસ્તવિક અને જીવન્ત રીતે વર્ણવ્યા છે. તેઓએ "ચરખા અને ચાંદ", "સૌરાષ્ટ્રની રસધાર", "કેશરશીંગ ગોહિલ" જેવી અસંખ્ય લોકકથાઓ, કાવ્યો અને નવલકથાઓ દ્વારા ગુજરાતની મહાન પરંપરાઓ અને વિભાવનાઓને અમર બનાવી છે. મેઘાણીના સાહિત્યમાં અપ્રતિમ છંદકળા, શબ્દચમત્કૃતિ અને ધારદાર ભાષાનો ઉપયોગ છે, જેના કારણે તેમને "ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ કવિ" માનવામાં આવે છે.


**સામાજિક યોગદાન:**

      મેઘાણી માત્ર સાહિત્યકાર ન હતા, તેઓ એક સામાજિક વિચારક અને સ્વતંત્રતાસંગ્રામી પણ હતા. તેઓએ સમાજમાં ઘૂસેલ અન્યાય અને અસમાનતાની સામે અવાજ ઉઠાવ્યો હતો. મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાયને, તેમણે સ્વતંત્રતા આંદોલન અને સામાજિક સમરસતા માટે કાર્ય કર્યું હતું. 


**ઉત્તરાધિકાર:**

        મેઘાણીના સાહિત્યને વાંચતા આપણા મનમાં ગુજરાતના લોકોની સંવેદનાઓ અને ભાવનાઓ જાગૃત થાય છે. તેઓના શબ્દો આજે પણ લોકોના દિલમાં જગ્યા ધરાવે છે, અને તેમને "રાષ્ટ્રીય શાયર" તરીકે ઓળખવામાં આવે છે.


**ઉપસંહાર:**

         ઝવેરચંદ મેઘાણીનું નામ એ માત્ર એક વ્યકિતનું નથી, પરંતુ એ સાહિત્ય અને સમાજ માટે તેમની અસાધારણ યોગદાને માટે એક પ્રેરણાનું સ્તોત્ર છે. તેઓ સાહિત્યના ક્ષેત્રમાં અને સમાજ માટે કરેલા કાર્યોને કારણે ગુજરાતના હદય છે.



'ઝવેર ચંદ, શબ્દોમાં સાગર વહાવી દીધો,  

ગુજરાતની ધરતીને મહેકાવી દીધો,  

લોકસાહિત્યના તારા અવિનાશી બની,  

જીવનને કવિતામાં જીવન્ત કરી દીધો.  ' 



- નયના જે. સોલંકી

- આંખો



25 ઑગસ્ટ 2024

*કૃષ્ણમય વાંસળી*- સંબંધ એક અસ્તિત્વનો.

      
*કૃષ્ણમય વાંસળી*- સંબંધ એક અસ્તિત્વનો.


    કૃષ્ણ અને વાંસળીનો સંબંધ એવું છે જે અધ્યાત્મ, પ્રેમ, અને ભક્તિના ક્ષેત્રમાં અનોખું સ્થાન ધરાવે છે. કૃષ્ણને સંભળાતી વાંસળીનું મધુર સૂર માત્ર સંગીત નથી, તે એક દૈવિક સંદેશ છે, જેની અસરથી આખી સૃષ્ટિ મંત્રમુગ્ધ થઈ જાય છે.  

       કૃષ્ણની વાંસળીનું મહત્વ છે તે માત્ર એક સંગીત સાધન નથી, પણ તે કૃષ્ણની આત્મા અને હૃદયનો એક અવિભાજ્ય ભાગ છે. જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે છે, ત્યારે તે કૃષ્ણના હૃદયની ભાવનાઓને પ્રકટ કરે છે. ગોપીઓ માટે, કૃષ્ણની વાંસળીનું સંગીત પ્રેમનો એક દૈવિક અવાજ છે, જે તેમને કૃષ્ણ તરફ આકર્ષિત કરે છે અને તેમને આધ્યાત્મિક આનંદમાં ભિજાવી દે છે.

       વાંસળીનું સંગીત કૃષ્ણની મીઠાશ અને સ્નેહનો પ્રતિક છે. તે કોઈ સામાન્ય વાદ્ય નથી; તે શ્રદ્ધાનો સ્વર છે જે ભક્તોના હૃદયમાં કૃષ્ણ માટેની વાદળી સૂર જેમ મીઠું ભરે છે. વાંસળીના સૂરનું પ્રેમળ સંગીત ગોકુળના ગોપાળને કૃષ્ણની તરફ આકર્ષે છે, તેમને અનંત પ્રેમના સાગરમાં તરબોળ કરે છે.

      કૃષ્ણ અને વાંસળીનો સંબંધ એ રીતે વિશિષ્ટ છે કે તે ભક્તિ અને પ્રેમના સ્તરમાં ગૂંથાયેલી છે. કૃષ્ણની વાંસળી ભક્તોના હૃદયમાં સંતાપને દૂર કરે છે અને તેમને દૈવિક આનંદમાં લીન કરી દે છે. તે વિણાની મધુર ઝંખના અને કૃષ્ણના ચરણોમાં શરણાગતિના માધુર્યનો સ્વર છે.

   આ રીતે, કૃષ્ણ અને વાંસળીનો સંબંધ પ્રેમ, ભક્તિ અને દૈવિક આનંદના સંગમનું સુખમય પાત્ર છે, જેનો પ્રભાવ અનંત અને સદાય સ્પર્શી રહે છે.


નયના જે. સોલંકી
આંખો.

18 ઑગસ્ટ 2024

મોટીવેશન વાર્તા : 19 (કર્મનું ફળ)



`કર્મનું ફળ` 

એક શેઠ બસમાંથી નીચે ઉતાર્યા તેમની પાસે થોડો સામાન હતો તેણે આજુબાજુ જોયું તો તેને એક મજૂર દેખાય તેને બોલાવ્યો અને પૂછ્યું આ વસ્તુને મારા ઘર સુધી લઈ જવા માટે તું કેટલા પૈસા લેશે

 મજૂરે કહ્યું ,,,,,,તમારા જે આપવું હોય તે આપો પરંતુ મારી એક શરત છે કે જ્યારે હું સામાન લઈ જઈશ ત્યારે રસ્તામાં તમારે મારી વાત સાંભળવાની વાતો તમારા વાત કરવાની અને હું સાંભળી શેઠે તેને ઠપકો આપીને ભગાડી મૂક્યો 

અને બીજા કોઈ મજુર ની શોધ કરવા લાગ્યો પરંતુ લાંબા સમય સુધી કોઈ મજૂર ના આવ્યો અને છેવટે મજબૂરી મા એ જ મજૂરને પાછો બોલાવ્યો મજુર દોડતો દોડતો શેઠ પાસે આવ્યો અને કહ્યું શેઠજી તમે મારી શરત સ્વીકારો છો

 શેઠે સ્વાર્થથી હા પાડી શેઠનું ઘર લગભગ 500 મીટરના અંતરે હતું મજુર સામાન ઉપાડી શેઠ સાથે નીકળી ગયો અને કહ્યું તમે મને કંઈ કહેશો કે હું તમને કંઈક કહું????

 શેઠે કહ્યું તું જ સંભળાવ મજૂરે ખુશીથી કહ્યું હું જે કહું તે ધ્યાનથી સાંભળો આમ કહીને મજુર રસ્તામાં છેક સુધી બોલતો ગયો અને બંને ઘરે પહોંચી ગયા

 મજૂરે ઘરની બહાર સામાન રાખ્યો શેઠે મંજૂર ને જે કાંઈ પૈસા આપ્યા તે મજૂરે લઈ લીધા અને શેઠને કહ્યું શેઠજી મારી વાત ધ્યાનથી સાંભળીને શેઠે કહ્યું ના મેં તારી વાત નથી સાંભળી મારે તો મારું કામ પૂરું કરવું હતું

 મજૂરે કહ્યું શેઠજી તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે તમે કાલે 07:00 વાગ્યે મરી જવાના છો તમારો મૃત્યુ થવાનો છે શેઠ ગુસ્સે થયા અને કહ્યું મારે તારી વાત સાંભળવાનો સમય નથી મારે કોઈ બકબક નથી સાંભળવુ તું જા ,,,,,,અહીંથી નહિતર મારે તને મારવું જોઈશે

 મજૂરે કહ્યું મારો કે ન મારો કાલે સાંજે તમારો મૃત્યુ તો થવાનું જ છે હજી મારી વાતનો ધ્યાન રાખજો આ સાંભળી હવે શેઠ થોડા ગંભીર બની ગયા અને કહ્યું કે બધાએ મરવાનું તો છે જો કાલે સાંજે મારું મૃત્યુ હશે તો ચોક્કસ થશે હું તેના માટે શું કરી શકું?????

 મજૂરે કહ્યું તેથી જ તો હું તમને કહી રહ્યો છું કે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. શેઠે કહ્યું હા ઠીક છે હું તારી વાત ધ્યાનથી સાંભળીશ

 મજૂરે કહ્યું જો તમે મૃત્યુ પછી ઉપર જશો ત્યાં તમને પૂછવામાં આવશે કે હે માણસ પહેલા સારા કર્મોના ફળ ભોગવવા છે કે ખરાબ કર્મોના ફળ????

 કેમકે માણસ પોતાના જીવનમાં પુણ્ય અને પાપ કરે છે તો તમે કહેજો કે હું ખરાબ કર્મોના ફળ ભોગવવા તૈયાર છું પણ હું મારી પોતાની આંખોથી પુણ્યના પરિણામો જોવા માગું છું આટલું કહીને મજૂર ત્યાંથી ચાલ્યો ગયો બીજા દિવસે સાંજે બરાબર સાત વાગે શેઠનું અવસાન થયું

 શેઠ ઉપર પહોંચ્યા ત્યારે યમરાજે શેઠને પૂછ્યું પહેલા પાપનું પરિણામ ભોગવવા માંગો છો કે પુણ્ય નુ?

 શેઠે કહ્યું હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પરંતુ મેં મારા જીવનમાં જે પણ સારા કાર્ય કર્યા છે તેનું ફળ હું મારી આંખોથી જોવા માગું છું તેમ આજે કહ્યું અમારી પાસે અહીં એવી કોઈ વ્યવસ્થા નથી અહીં બંનેનું પરિણામ ભોગવવું પડે છે શેઠે કહ્યું તો પછી મને પૂછ્યું કેમ તને પૂછ્યું છે,,,,, તો તેને પૂર્ણ કરો પૃથ્વી પર અન્યાય જોયો છે પણ અહીં પણ અન્યાય થઈ રહ્યો છે 

    યમરાજે વિચાર્યું આ વાત સાચી છે આવું પૂછવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે મારી પાસે કોઈ એવી શક્તિ નથી કે આ જીવની મનોકામના પૂર્ણ થાય તે શેઠને બ્રહ્માજી પાસે લઈ ગયા અને તેમના આખી વાત કહી સંભળાવી બ્રહ્માજીએ પોતાનો પુસ્તક કાઢ્યો અને બધા પાના ફેરવ્યા પણ તેમને કાયદાની કોઈ કલમ કે પેટા કલમ મળી નહિ જેનાથી જીવની મનોકામના પૂર્ણ થઇ શકે

      બ્રહ્મા પણ લાચાર હતા અને યમરાજ અને શેઠને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સમગ્ર સમસ્યા જણાવી. ભગવાન વિષ્ણુએ યમરાજ અને બ્રહ્માને કહ્યું કે તમે અહીંથી જાઓ પોતપોતાનું કામ કરો તેથી બંને ચાલ્યા ગયા 

    ભગવાને શેઠને કહ્યું હવે કહો તમે શું કહેવા માગો છો? શેઠ બોલ્યા અરે પ્રભુ હું શરૂઆતથી એક જ વાત કહે તો આવ્યો છું કે હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પણ પુણ્ય નુ પરિણામ મારી આંખે જોવા માગું છું,,,,, ભગવાને કહ્યું ધન્ય છે એ મજૂરને કે જેણે ગુરુના રૂપમાં તારી અંતિમ ક્ષણોમાં પણ મદદ કરી તેને આપેલા ઉપાય ને લીધે તું મારી સામે ઉભો છે તે મને તારી આંખે જોયો છે મારા દર્શનથી તારા બધા પાપો નષ્ટ થયા છે આનાથી વધારે પુણ્યફળ શું હોઈ શકે 

સારાંશ :-  
   મિત્રો વાર્તાનો આ સાર છે કે આપણને કોઈ પણ સ્વરૂપમાં ગુરુ મળી શકે છે આપણે ગુરુને ધ્યાનથી સાંભળવા જોઈએ જીવનમાં કોઈ વસ્તુ ઉપયોગી થશે તે આપણે ક્યારેય જાણતા નથી.


(સંકલિત)
નયના જે. સોલંકી

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.