સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

25 એપ્રિલ 2024

મોટીવેશન વાર્તા 16 (પિતાના હાથની છાપ)


પિતાના હાથની છાપ




      પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતી વખતે તેમને દિવાલનો સહારો લેવો પડતો.  પરિણામે તેઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલોનો રંગ ઊતરી ગયો હતો અને તેમના ફિંગરપ્રિન્ટ્સ દિવાલો પર છપાઈ ગયા હતા.

    મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટ્સ પર પડી. તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણીવાર ફરિયાદ કરતી રહેતી.

 એક દિવસ, પિતાજીને માથાનો દુખાવો થતો હતો, તેથી તેણે તેમના માથા પર થોડું તેલ માલિશ કર્યું.  જેથી ચાલતી વખતે દીવાલોનો સહારો લેતાં દીવાલો પર તેલના ડાઘા પડી ગયા.

    આ જોઈને મારી પત્નીએ બૂમાબૂમ કરી મૂકી.  અને  બદલામાં મેં મારા પિતા પર બૂમો પાડી. તેમની સાથે અસંસ્કારી રીતે વાત કરી અને તેમને ચાલતી વખતે દિવાલોને સ્પર્શ ન કરવાની સલાહ આપી.

    તેમનું દિલ મારા આ વર્તનથી દૂભાયું પણ તેઓ કશું બોલ્યા નહીં. મને પણ મારા વર્તનથી શરમ આવી, પણ મેં કશું કહ્યું નહિ.

     તે પછી પિતાજી એ ચાલતી વખતે દીવાલોનો સહારો લેવાનું છોડી દીધું. એક દિવસ તેઓ ચાલતાં ચાલતાં પડી ગયા અને પથારીવશ થઈ ગયા. અને થોડા દિવસોમાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

    મેં મારા હૃદયમાં અપરાધની લાગણી અનુભવી.  મેં તેમનું દિલ દૂભવ્યુ હતું તે ક્યારેય ભૂલી શક્યો નહીં, તેમના અવસાન માટે મારી જાતને માફ ન કરી શક્યો.

    થોડા સમય પછી, અમે અમારા ઘરને રંગરોગાન કરાવવા માંગતા હતા.તે માટે  જ્યારે કારીગરો આવ્યા, ત્યારે મારા પુત્ર એ જે તેના દાદાને પ્રેમ કરતો હતો તેણે કારીગરો ને મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ સાફ કરવા અને તે વિસ્તારોને રંગવા ન દીધા.

      કારીગરો ખૂબ સારા કલાકારો હતા.  તેઓએ તેને ખાતરી આપી કે તેઓ મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ/હેન્ડપ્રિન્ટ્સને દૂર કરશે નહીં. તેમણે આ નિશાનોની આસપાસ એક સુંદર વર્તુળ દોર્યું અને એક સુંદર ડિઝાઇન બનાવી દીધી.

    તે પછી તે ડીઝાઇન એમ ને એમ જ રહી બલ્કે તે પ્રિન્ટ અમારા ઘરનો ભાગ બની ગઈ.  અમારા ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ અમારી એ અનન્ય ડિઝાઇનની પ્રશંસા કરતાં.


    સમય સાથે હું પણ વૃદ્ધ થયો.

   હવે મને પણ ચાલવા માટે દીવાલના સહારાની જરૂર પડવા લાગી.  ચાલતી વખતે એક દિવસ મારા પિતાને મેં જે કઠોર શબ્દો કહ્યાં હતા તે યાદ આવ્યા.

 

      મેં આધાર વિના ચાલવાનો પ્રયાસ કર્યો.  મારા પુત્રએ આ જોયું અને તરત જ મારી પાસે આવ્યો અને ટેકા વિના હું પડી ગયો હોત તેવી ચિંતા વ્યક્ત કરી અને મને ચાલતી વખતે દિવાલોનો ટેકો લેવા કહ્યું. મેં જોયું કે તે સાથે તેણે મને પકડી ને ટેકો આપ્યો.


     મારી પૌત્રી પણ તરત જ આગળ આવી અને પ્રેમથી મને તેના ખભા પર ટેકો આપવા કહ્યું.  હું બહુ ભાવુક થઈ ગયો, મારી આંખોમાં  ઝળઝળીયાં આવી ગયા. જો મેં મારા પિતા માટે પણ એવું જ કર્યું હોત, તો તેઓ લાંબા સમય સુધી જીવ્યા હોત.

    મારી પૌત્રીએ મને શાંત પાડ્યો અને મને સોફા પર બેસાડ્યો.

    પછી તેણે  તેની ડ્રોઇંગ બુક કાઢી અને તેમાં તેના શિક્ષકે તેના ચિત્રની પ્રશંસા કરી હતી અને તેને ઉત્તમ ગ્રેડ આપ્યો હતો  તે મને બતાવ્યું.

 તે ચિત્ર દિવાલો પર પડેલી મારા પિતાના હાથની છાપ નું હતું. અને તેના પર રિમાર્ક લખી હતી. - "કાશ દરેક બાળક વડીલોને એ જ રીતે પ્રેમ કરે".*

    હું મારા રૂમમાં પાછો આવ્યો અને ખૂબ રડી પડ્યો . મેં મારા પિતા પાસેથી માફી માંગી પરંતુ મોડું થઈ ગયું હતું. હવે તો તેઓ હયાત ન હતા.


     સારાંશ : આપણે પણ સમય સાથે વૃદ્ધ થઈએ છીએ.  ચાલો આપણા વડીલોનું ધ્યાન રાખીએ અને આપણા બાળકોને પણ એ જ શીખવીએ.


(સંકલિત)

- નયના જે. સોલંકી

- આંખો.

- સુરત.

11 એપ્રિલ 2024

જોડણી અને તેના નિયમો અને ગુજરાતી વ્યાકરણ PDF

 👉ગુજરાતી ઉપયોગી IMP વ્યાકરણની PDF મેળવવા અહીં ક્લિક કરો.

👉ગુજરાતી ઉપયોગી IMP વ્યાકરણ જોડણી અને તેના નિયમોની PDF મેળવવા અહીં ક્લિક કરો.



10 એપ્રિલ 2024

મોટીવેશન વાર્તા - 16 સંબંધોના પુલ

સંબંધોના પુલ



       બે ભાઈઓ હતા રામભાઇ અને લક્ષ્મણભાઈ. બન્ને બાજુ બાજુના ખેતરોમાં રહેતા હતા. છેલ્લા ૪૦ વર્ષોથી સાથે ખેતી કરતા, એક બીજાના સાધનો અને ઓજાર વાપરતા, પોતાના સામાન અને મજૂરોની પણ આપ લે અચકાયા વગર કરતા.એક બીજા સાથે આટલું સંપીને રહેતા હતા છતાં પણ એક દિવસ એક નાની ગેરસમજને કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડાએ એક મોટું સ્વરૂપ લીધું. અંતમાં બન્નેએ એક બીજાને ના કહેવાના શબ્દો કહ્યા. તેના કારણે ઘણા અઠવાડિયા સુધી બન્ને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો.

      એક દિવસ સવારે કોઈએ રામભાઇનો દરવાજો ખટખટાવ્યો. રામભાઈએ દરવાજો ખોલ્યો. તેણે એક સુથારને પોતાના ઓજારો સાથે ઊભેલો જોયો. “મને થોડા દિવસ માટે કામની જરૂરત છે.” સુથારએ કહ્યું. “તમારી પાસે મારા લાયક કોઈ કામ છે? શું હું તમારી મદદ કરી શકું છું?” “હા,”  રામભાઈએ કહ્યું. “મારી પાસે તારા માટે કામ છે. ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ જો. તે મારો પડોશી છે. હકીકતમાં તે મારો નાનો ભાઈ છે. ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો મોટો કયારો હતો. બે દિવસ પહેલાં જ તેણે બુલડોઝરની મદદથી બે ખેતરની વચ્ચે તે નાળુ ખોદ્યું છે. તેણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આમ કર્યું છે, પણ હું તેનાથી બે ડગલા આગળ છું. ત્યાં કોઠારમાં રાખેલા લાકડાનો ઢગલો દેખાય છે? તો મારી ઈચ્છા છે કે કે તું એક આઠ ફૂટની વાડ બનાવ. જેથી મારે તેનું ખેતર કે તેનું મોઢું જોવું ન પડે.”

     સુથારે કહ્યું, “હું તમારી પરિસ્થિતિ સમજી ગયો છું. મને ખીલા અને બીજા ઓજારો બતાવી દો અને હું તમારા કહ્યા મુજબ વાડ બાંધી આપીશ.”રામભાઈને શહેરમાં જવાનું હતું તેથી સુથારને બધો સામાન આપીને તેઓ શહેરમાં જવા રવાના થયા.

       સુથારે માપ લીધું, કરવતથી લાકડા કાપ્યા અને ખીલા માર્યા. તેણે કામ પૂરું કરવા આખો દિવસ સખત મહેનત કરી. સંધ્યા સમયે જ્યારે રામભાઇ પાછા આવ્યા ત્યારે જ સુથારનું કામ પૂરું થયું. રામભાઇ સુથારનું કામ જોઇને સ્તબ્ધ થઈ ગયા. તેના પગ જમીનમાં જકડાઈ ગયા. ત્યાં વાડને બદલે પુલ હતો. એવો પુલ જે નાળાની એક બાજુથી બીજી બાજુ જતો હતો. સાથે આ સુંદર પુલની ઉપર એક બાજુથી બીજી બાજુ પકડીને ચાલવા માટે રેલીંગ પણ હતી અને તેનો પડોશી જે તેનો નાનો ભાઈ લક્ષ્મણ હતો તે પોતાના બન્ને હાથ ફેલાવીને તેની તરફ આવતો હતો. તેણે કહ્યું, “મોટાભાઈ તમે કેટલા સમજુ છો. મેં તમને આટલા બધા અપશબ્દો કહ્યા છતાં પણ તમે તેની અવગણના કરી અને પુલ બનાવ્યો.”

          બન્ને ભાઈઓ પુલના બન્ને છેડે ઊભા હતા. તેઓ બન્ને પુલની વચ્ચે આવીને મળ્યા. બન્નેએ એક બીજાનો હાથ પકડી લીધો. ત્યારે તેમની નજર સુથાર પર પડી જે પોતાના ઓજારોની પેટી ખભા પર ઊંચકીને જઈ રહ્યો હતો. રામભાઈએ તેને બૂમ પાડી. ઊભો રહે, તું થોડા દિવસ માટે રોકાઈ જા. મારી પાસે તારા માટે હજી બીજું પણ કામ છે.” સુથારે જવાબ આપ્યો, “હું જરૂર રોકાઈ જાત પણ મારે હજી ઘણા પુલ બનાવવાના છે.

સારાંશ :- સંબંધોને તોડવા ખૂબ જ સહેલા છે, પણ તેને પાછા જોડવા ઘણા મુશ્કેલ છે. જીવનમાં પ્રાપ્ત થયેલા પ્રેમને સંભાળીને રાખવો જોઈએ. સંબંધોમાં ઉતાર ચઢાવ તો ઘણા આવશે, પણ આ અણમોલ સંબંધોને સાચવવા માટે થોડું બલિદાન આપવું પડશે. અહમ અને નફરત આપણને આંધળા બનાવી દે છે. તેથી આપણે ખોટો નિર્ણય લઈએ છીએ. આપણે આપણી અને બીજાની ખુશીનો વિચાર કરવો જોઈએ અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે નાળુ ખોદવાને બદલે પુલ બાંધવો જોઈએ.

(સંકલિત)
નયના જે. સોલંકી
આંખો.

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.