સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

28 ફેબ્રુઆરી 2024

National Science Day - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

 *વિજ્ઞાન દિવસ (National Science Day)*



* દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ડૉ . સી.વી.રામન દ્વારા શોધાયેલ 'રામન અસર'ની યાદમાં' રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ઉજવવામાં આવે છે.
* તેઓએ 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ રામન અસરની શોધ કરી હતી.
* રામન અસર: ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃતિઓ રચાય છે.
* આ વર્ણપટને 'રામન વર્ણપટ' કહે છે અને આ ઘટનાને 'રામન અસ૨' કહેવામાં આવે છે.
* આ અસર અણુ અને તેમના ઉત્સર્જિત સ્થાનોને લીધે ઊભી થાય છે.
* ઘન, પ્રવાહી અને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ , રામન અસર એ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે.
* વર્ષ 1986 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમ્યુનિકેશન ( NCSTC ) દ્વારા 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાની ભલામણ ક૨વામાં આવી હતી, ભારત સરકાર દ્વારા વર્ષ 1987 માં 28 ફેબ્રુઆરીને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
* ડૉ.સી.વી.રામન ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1930) ળવનાર પ્રથમ ભારતીય હતાં.
* તેમને દેશના સર્વોચ્ચ નાગરિક 'ભારતરત્ન' (1954) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
* ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ – બેંગ્લોરના વિજ્ઞાનીઓએ એક પોર્ટેબલ રામન સ્પેકટ્રોમીટર વિકસાવ્યું છે.
* જે બ્લડ પ્લાઝમાની મદદથી શરી૨ માં કોરોના વાઈરસની હાજરી છે કે નહીં તેની તપાસ કરશે.
* આંત૨રાષ્ટ્રીય સ્તરે 10 નવેમ્બરના રોજ 'શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ'ની ઉજવણી ક૨વામાં આવે છે.
* રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024 ની થીમ શું છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024ની થીમ 'વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી' છે. આ વર્ષની થીમ વૈજ્ઞાનિક, તકનીકી અને નવીનતા કુશળતાને પ્રોત્સાહન આપવા પર લોકોના ધ્યાન પર ભાર મૂકે છે.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો

1 ટિપ્પણી:

જયસુખભાઇ એલ જીકાદરા કહ્યું...

શ્રી નયનાબેન જે. સોલંકી રચિત આ બ્લોગની સુંદર માહિતી છે. બાળકોને તો ઉપયોગી છે જ. પરંતુ સૌ કોઈને ખૂબ સારી રીતે આ બ્લોગ દ્વારા માહિતી મળે છે. હું આ બ્લોગની પોસ્ટનો નિયમિત વાંચક છું. આ કાર્ય સબબ નયનાબેન જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે.
સરસ માહિતી આપવા બદલ ફરી નયનાબેનને અભિનંદન 🌹

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.