હદયની ભાષા
મન માં ઉતરવું. અને મન થી ઉતરવું.
બન્ને વચ્ચે "ધુમ્મસ" અને "ધુમાડા" જેટલો ફરક હોય છે.
જ્યારે ખિસ્સામાં “રૂપિયા” હોય ને સાહેબ.
તો કુંડળીમાં “શનિ” હોવાનો કઈ જ ફર્ક નથી પડતો.
પ્રભુ તું સંગ છે.
તેથી જીવન પ્રસંગ છે.
ભલે નાની મોટી જંગ છે.
છતાં પળેપળ ઉમંગ છે.
ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ.
શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્ન નહીં સમય માગતી હોય.
‘હું મને ગમું છું’
એ મારા જીવનનો જશ્ન છે.
અન્ય ને ગમું કે ન ગમું
એ એમનો પ્રશ્ન છે.
આ દુનિયા નું સૌથી મોટું telent છે.
ખુદ ને શાંત રાખવું પરિસ્થિતિ ગમે તે હોય.
(સંકલિત)
- નયના જે.સોલંકી
- આંખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો