સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

31 જાન્યુઆરી 2024

વિષય : ગુજરતી ધોરણ 10 માટે ખૂબ ઉપયોગી.

👉ધોરણ 10 માટે ખૂબ ઉપયોગી PDF ડાઉનલોડ કરો.
🪔પેપરનું માળખું સમય આયોજન સાથે.
🪔 અર્થવિસ્તાર લેખન પદ્ધતિ અને ગુણભારાંક સાથે.
🪔 સંક્ષેપીકરણ પદ્ધતિ અને ગુણભારાંક સાથે.
🪔આહેવાલ લેખન પદ્ધતિ અને ગુણભારાંક સાથે.
🪔 નિબંધલેખન પદ્ધતિ અને ગુણભારાંક સાથે.

👉ઉપરના દરેક પ્રશ્નની PDF મેળવવા માટે અહી કિલક કરો.

28 જાન્યુઆરી 2024

ધ્વજારોહણ અને ધ્વજફરકાવે તફાવત જાણો

તફાવત 👇

 15 ઓગસ્ટે ત્રિરંગાને (જે થોડો નીચે બાંધેલો હોય છે) ઉપર તરફ ખેંચીને ફરકાવવામાં આવે છે. તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરીએ ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે. તેને ત્યાંથી ખોલીને ફરકાવવામાં આવે છે. જેને માત્ર ધ્વજ ફરકાવવો જ કહેવામાં આવે છે.

26 જાન્યુઆરીએ ધ્વજારોહણ રાજપથ ખાતે કરવામાં આવે છે. જ્યારે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવામાં આવે છે.

26 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. જ્યારે 15 ઓગસ્ટે ધ્વજારોહણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે.

25 જાન્યુઆરી 2024

પ્રજાસત્તાક દિન (Republic Day)

26મી જાન્યુઆરીની જાણી અજાણી વાતો.

    ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનો અમલ શરુ થયો તે પહેલા પણ ૨૬ મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું. 

1. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું અધિવેશન લાહોરમાં યોજાયું હતું. 

2. જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા લાહોર અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ સુધી પૂર્ણ સ્વરાજ આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. 

3. ૨૬ જાન્યુઆરીના દિવસ નજીક આવ્યો તેમ છતાં અંગ્રેજ સરકારે કોઇ જ પગલા ન ભરતા સમગ્ર દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો.

4 પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી. સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા લાહોર અધિવેશન મુજબ દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. 

5. જયાં સુધી દેશને ઇસ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહયો હતો.

6. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ઇસ ૧૯૪૬માં મળી હતી. 

7. ઇ.સ. ૧૯૪૭માં ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું. આથી ગાંધીજીની ઇચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં ૨ વર્ષ અને ૧૧ દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. દેશના આ સંવિધાનને બંધારણ કમિટીએ ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમલ માટે રજુ કર્યુ હતું.

8. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. 

9. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. 

10. ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ ૨૬ મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.

11. ૨૫ જાન્યુઆરીની પરેડનું આયોજન નવી દિલ્હીમાં આવેલ રાજપથ ખાતે કરવામાં આવે છે.

12. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી ૧૯૫૪ સુધી ઈરવિન સ્ટેડિયમ, કિંગ્સ્વે, રામલીલા મેદાન અને લાલ કિલ્લામાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

13. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં આયોજિત પ્રથમ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડૉનેશિયાના રાષ્ટ્રપતિ ડૉ. સુકર્ણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

14. ૧૯૫૪માં પ્રજાસત્તાક દિવસની પરેડ રાજપથ ખાતે યોજાઇ હતી. પાકિસ્તાનના પ્રથમ ગવર્નર-જનરલ શ્રી મલિક ગુલામ મોહમ્મદને આ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

15. વર્તમાનમાં રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખવામાં આવ્યું છે.

16. ગણતંત્ર દિવસના સમારોહમાં ભારતરત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, કીર્તિચક્ર, પરમચક્ર, મહાવીરચક્ર જેવા રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે.

17. બાળકોને વીરતા પુરસ્કાર આપવાની પ્રથા ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૫૭ થી શરૂ કરવામાં આવી છે.

18. પ્રજાસત્તાક પર્વની ઉજવણી 3 દિવસ સુધી ચાલે છે અને સત્તાવાર રીતે 29 જાન્યુઆરીએ બીટિંગ રીટ્રીટ સમારોહ સાથે સમાપ્ત થાય છે.

    ‘વિકસીત ભારત’ અને ‘ભારત - લોકતંત્ર કી માતૃકા’ થીમ સાથે, 26 જાન્યુઆરી, 2024 ના રોજ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે.


(સંકલિત)
- નયના જે.સોલંકી
- સુરત.

24 જાન્યુઆરી 2024

National Girl Child Day 2024: વિશ્વ બાલિકા દિવસ

National Girl Child Day 2024: વિશ્વ બાલિકા દિવસ



     ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે.

*ઇતિહાસ*

       વર્ષ 1996માં 24 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા. આ દિવસે તેઓ દેશના પહેલા મહિલા હતા જે વડાપ્રધાનની ખુરશી પર બેઠા હતા. ભારતીય ઇતિહાસમાં એક ખાસ ઘટનાને ધ્યાનમાં રાખીને આ દિવસને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

      વર્ષ 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલથી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની શરૂઆત કરવામાં આવી હતી.

   *ઉદ્દેશ*

    આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતમાં લિંગ અસમાનતા, કન્યા કેળવણીનું મહત્વ, તેના સ્વાસ્થ્ય અને પોષણ વિશે જાગૃતિ લાવવાનો અને જેન્ડર સ્ટીરિયોટાઇપ્સને પડકારવાનો પણ છે.

    દિવસનો હેતુ લોકોને દિકરીઓના અધિકારો અંગે જાગૃત કરવાનો છે.

   *સરકારના કાર્યો*
     સરકાર દ્વારા છોકરીઓની સ્થિતિ સુધારવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’, સુકન્યા સમૃદ્ધિ જેવી ઘણી યોજનાઓ ચલાવે છે. તે જ સમયે, છોકરીઓ માટે ઘણા પ્રકારના શિષ્યવૃત્તિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે જેથી છોકરીઓ વધુ સારું શિક્ષણ મેળવી શકે. આમાંનો એક કાર્યક્રમ પ્રગતિ શિષ્યવૃત્તિ છે.

    પ્રગતિ શિષ્યવૃત્તિ હેઠળ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD) દર વર્ષે 4000 શિષ્યવૃત્તિ ઓફર કરે છે. આ શિષ્યવૃત્તિ એવા ઘરની છોકરીઓ માટે છે જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે. જેમાં છોકરીઓની આખા વર્ષની ટ્યુશન ફી અથવા 30000 હજાર રૂપિયા અને ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન 10 મહિના માટે 2000 હજાર રૂપિયા આપવામાં આવે છે.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- સુરત.

21 જાન્યુઆરી 2024

લાગણીની પરિભાષા - 15


 હદયની ભાષા

 


પરેશાન થવાથી કાલની મુશકેલીકોઈ

દુર તો નહી થાય સાહેબ,પણ..

આજની શાંતી પણ જતી રહેશે.


તમારી હરીફાઈ કરનારા,

તમારા કામની કોપી કરી શકે.. પરંતુ,

તમારી નિષ્ઠા, પ્રામાણિકતા, ક્ષમતા અને સંસ્કારોની કોપી તો નહી જ કરી શકે


ખોટું કરીને ખોટા બનવું સહેલું છે, 

પણ સાચા બનીને સાચું સાબિત કરવું ઘણું અઘરું છે..!!


અહંકાર વહાણનાં તળીયે પડેલું કાણાં જેવુ છે,સાહેબ 

            નાનું હોય કે મોટું અંતે તો ડુબાડે જ.!!


કોણ કહે છે ભગવાન નથી દેખાતા,સાહેબ 

             *જયારે કોઈ નથી દેખાતું ત્યારે એજ દેખાય છે


- સંકલિત

- નયના જે.સોલંકી

- સુરત .


19 જાન્યુઆરી 2024

અવધ ઉત્સવની રસધારા - (ન્યુઝ ઓફ ગાંધીનગર અને સત્ય વિચાર દૈનિક સમાચાર)



અવધસવની રસધારા


     🙏ન્યુઝ ઓફ ​​ગાંધીનગરનો ખૂબ આભાર.
     ગાંધીનગરમાં પ્રકાશન રચના વ્યવસ્થા માટે શ્રી પ્રદીપભાઈ રાવલનોવર શ્રી કૌશિકભાઈ શાહના સુખજન્યથી આભર.🙏

        

🙏સત્ય વિચાર દૈનિક સમાચાર તંત્રીશ્રી જયદિપ ભાઈનો ખૂબ ખૂબ આભાર.🙏

     અવધ ઉત્સવ એ ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં યોજાયેલો એક સાંસ્કૃતિક અને પર્યટન પરક ઉત્સવ છે. આ ઉત્સવમાં અવધ પ્રદેશની સાંસ્કૃતિ, કળા, રસોઈ, વારસો અને ઇતિહાસને પ્રકાશિત કરવામાં આવે છે. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ શ્રી રામની જીવનગાથા અને તેમના કાર્યોનો નિર્ણય છે. શ્રી રામ એ હિંદુ ધર્મના મહાન મર્યાદાપુરુષોત્તમ છે, જેમણે પોતાના પિતૃવચનને પાલન કરીને વનવાસ ગયા, પત્ની સીતાને રાવણથી છુટાડીને લાવ્યા, અને ધર્મને સ્થાપિત કર્યા. શ્રી રામનું ચરિત્ર વાલ્મીકિ રામાયણ, તુલસીદાસ રામચરિત માનસ, અને અન્ય ગ્રંથોમાં વર્ણવ્યું છે. શ્રી રામની કથા અને તેમના ગુણોને સ્મરણ કરવાથી ભક્તોને શાંતિ, આનંદ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

      અવધ ઉત્સવમાં શ્રી રામની ભૂમિકા ખૂબ મહત્વની છે. આ ઉત્સવમાં શ્રી રામના જન્મ, વિવાહ, વનવાસ, યુદ્ધ, રાજ્યાભિષેક વગેરેના પ્રસંગોનું નાટક, નૃત્ય, ગીત, કવિતા, ચિત્ર, મૂર્તિ, અને અન્ય રૂપોમાં પ્રદર્શન કરવામાં આવે છે. આ પ્રદર્શનો શ્રી રામની મહિમા, કરુણા, ન્યાય, ત્યાગ, ભક્તિ, અને અન્ય ગુણોને દર્શાવે છે.

      અવધ ઉત્સવમાં ઘણા રમતો અને કાર્યક્રમો યોજાય છે. આમાં સંગીત, નૃત્ય, નાટક, કવિતા, કથા, મુશાયરા, કાવ્ય અને અન્ય સાહિત્યિક કાર્યક્રમો સમાવેશ થાય છે. આવા કાર્યક્રમોમાં દેશના પ્રખ્યાત કલાકારો અને સાહિત્યિકો ભાગ લે છે. અવધ ઉત્સવમાં અવધ પ્રદેશની વિશેષ વાનગીઓની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પણ મળી જાય છે. આવી વાનગીઓમાં કબાબ, બિરિયાની, કોરમા, શીરખમા, મલાઈ પાન, મહાની, લચ્છા પરાઠા, રમાલી રોટી, કુલ્ફી, હલવા, જલેબી, ઇમરતી વગેરે શામિલ છે. અવધ ઉત્સવમાં અવધ પ્રદેશના હસ્તકારખાનાની વિવિધ કલાકૃતિઓ પણ મળી જાય છે. આમાં ચિકનકારી, ઝરીઓકારી, કાંચકારી, કાઠકારી, મીનાકારી, બિસ્તરકારી, કાગળકારી, કુંડનકારી, મુક્કાશકારી, મુરાદાબાદી કારીગરી, ઇત્યાદિ શામિલ છે. અવધ ઉત્સવમાં અવધ પ્રદેશના વિખ્યાત સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની સૈર કરવાની પણ વ્યવસ્થા થાય છે. 

     આ લોકો અવધ પ્રદેશની સાંસ્કૃતિ, કળા, રસોઈ, વારસો અને ઇતિહાસને પ્રકાશિત કરે છે. આ લોકો અવધ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો, સૈર-સપાટા, ખાણા-પીણા, હસ્તકારખાના અને સ્મારકોની સાથે ભાગ લે છે. આ લોકો અવધ પ્રદેશની વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે. આ લોકો અવધ ઉત્સવને એક સાંસ્કૃતિક અને પર્યટન પરક ઉત્સવ તરીકે મનાવે છે.

        અવધના રાજા રામની જેમ રાજ્યાભિષેકની ખુશી
આપણે પણ આજે મનાવીએ અવધ ઉત્સવની રસધારા.

- નયના જે. સોલંકી  ('આંખો')
(સુરત)

12 જાન્યુઆરી 2024

લાગણીની પરિભાષા - 14


હદયની ભાષા

મન માં ઉતરવું. અને મન થી ઉતરવું.
બન્ને વચ્ચે "ધુમ્મસ" અને "ધુમાડા" જેટલો ફરક હોય છે.       
જ્યારે ખિસ્સામાં “રૂપિયા” હોય ને સાહેબ.
તો કુંડળીમાં “શનિ” હોવાનો કઈ જ ફર્ક નથી પડતો.

પ્રભુ તું સંગ છે.
તેથી જીવન પ્રસંગ છે.
ભલે નાની મોટી જંગ છે.
છતાં પળેપળ ઉમંગ છે.

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ.
શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્ન નહીં સમય માગતી હોય.

‘હું મને ગમું છું’
એ મારા જીવનનો જશ્ન છે.
અન્ય ને ગમું કે ન ગમું
એ એમનો પ્રશ્ન છે.

આ દુનિયા નું સૌથી મોટું telent છે.
ખુદ ને શાંત રાખવું પરિસ્થિતિ ગમે તે હોય.

(સંકલિત)
- નયના જે.સોલંકી
- આંખો

10 જાન્યુઆરી 2024

વિશ્વ હિન્દી દિન - हिंदी है विश्व की पहचान

*निबंध : हिंदी है विश्व की पहचान*



   हिंदी भारत में सबसे ज्यादा बोली जाने वाली भाषाओं में से एक है और इसे अंतरराष्ट्रीय स्तर पर बढ़ावा देने के उद्देश्य से हर साल 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है।

    10 जनवरी, 1975 को नागपुर में तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी ने पहले विश्व हिंदी सम्मेलन का आयोजन किया था और इसी दौरान विश्व हिंदी दिवस मनाने का विचार पेश किया गया था।

    इसके बाद साल 2006 में भारत के तत्कालीन प्रधानमंत्री मनमोहन सिंह ने हर साल 10 जनवरी को विश्व हिंदी दिवस मनाने की घोषणा की। तब से लेकर आज तक विश्व हिंदी दिवस 10 जनवरी को मनाया जा रहा है।

   विश्व हिंदी दिवस हर साल अलग-अलग थीम पर मनाया जाता है और इस बार की थीम 'हिंदी- पारंपरिक ज्ञान और आर्टिफिशियल इंटेलिजेंस को जोड़ना' है।

    कई शोध के मुताबिक, दुनिया में चीनी और अंग्रेजी के बाद हिंदी तीसरी सबसे ज्यादा बोली जाने वाली भाषा है।
अनुमान है कि वर्तमान में देश के करीब 50 करोड़ लोग हिंदी में बातचीत करते हैं, जबकि दुनियाभर में करीब 60 करोड़ लोग हिंदी भाषा बोलते हैं। यहां तक कि ऑक्सफोर्ड डिक्शनरी में भी कई हिंदी शब्द शामिल हैं।

   वर्तमान में हम जिस हिंदी भाषा का उपयोग कर रहे हैं, इसकी शुरूआत 1900 से मानी जाती है। इतिहासकारों का मानना है कि हिंदी में पहली रचना 1000 की खुमान रासो है।

      साल 2001 की जनगणना के मुताबिक, लगभग 25.79 करोड़ भारतीय हिंदी का उपयोग मातृभाषा के रूप में करते हैं। पहली बोलती हिंदी फिल्म 'आलम आरा' का प्रदर्शन 14 मार्च, 1931 को हुआ था।

   स्वतंत्रता प्राप्ति के बाद हिन्दी को राष्ट्रभाषा के रूप में स्थापित करवाने के लिए काका कालेलकर, मैथिलीशरण गुप्त, हजारीप्रसाद द्विवेदी, महादेवी वर्मा, सेठ गोविन्ददास आदि साहित्यकारों को साथ लेकर व्यौहार राजेन्द्र सिंहा ने अथक प्रयास किए। इसके चलते उन्होंने दक्षिण भारत की कई यात्राएं भी कीं और लोगों को मनाया ।

   इस साल विश्व हिंदी दिवस की थीम "हिंदी पारंपिरक ज्ञान से कृत्रिम बुद्दिमत्ता तक" है। 

हिंदी है भारत की शान
हिंदी है भारत की शान
हिंदी है भारत की जान
हिंदी है भारत की आत्मा
हिंदी है भारत की भाषा

हिंदी में है अनेक रंग
हिंदी में है अनेक ध्वनि
हिंदी में है अनेक भाव
हिंदी में है अनेक शैली

हिंदी को सम्मान दें
हिंदी को संरक्षण दें
हिंदी को प्रचार दें
हिंदी को विकास दें

हिंदी है विश्व की भाषा
हिंदी है विश्व की आवाज
हिंदी है विश्व की संस्कृति
हिंदी है विश्व की पहचान

- नयना जगदीश कुमार सोलंकी
- सुरत ।

08 જાન્યુઆરી 2024

મોટીવેશન વાર્તા - 13 (ભગવાન આસપાસ જ છે.)


* ભગવાન આસપાસ જ છે. *



     એક માણસે સામે જોયું, 'હે ભગવાન, મારી સાથે વાત કર !' એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત બનાવ્યું, પણ પેલા માણસનું એ તરફ ધ્યાન ન આપો !!


      પછી પેલા માણસે સામે જોઈને વિનંતી કરી, 'હે ભગવાન, મારી સાથે બોલો તો ખરો !' એ જ સમયે છવઢાડમાં સ્વર્ગમાં દોડે છે અને એક દોડે છે, પરંતુ ગડડાટી પેલા ખોવમાં માણસને એનો હુમલો પણ આવ્યો નથી .


       સ્વૈચ્છિક ભગવાન આ અવગણના પર આશ્ચર્યજનક ! એ રાત્રે અંધારામાં એણે કોઈ જોતું નથી તેની ખાતરી કરો પછી કહ્યું, 'હે ભગવાન ! વિચાર તારા પ્રદર્શન કરવા ! તમે મને બતાવો !' એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ઊઠ્યો, પરંતુ પેલા માણસની દૃષ્ટિ ના પકડી શકી !!


       એ હવે ભગવાન પર ગુસ્સે થયો. એણે બુમ, 'હે ભગવાન, મને ખાતરી કે તું જ છે. તમે મને ખાતરી કરો. તો જ હું માનીશ કે તું.' આ સમય ભગવાન માટે નીચે આવ્યા. એમણે ચારે સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને પેલાં માણસને હડતાવેથી યા. પેલા માણસે હાથ પર બેઠેલ રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું અને નિસાસો નાખ્યો કે, 'ભગવાન જ નહીં !! '

         આપણે આશીર્વાદની પ્રતીતિ અને ગુમાવી દેતાં હોઈએ છીએ?!


     સારાંશ :- શ્રધ્ધા હોય તો ભગવાન આસપાસ છે, બસ આપને ઓળખી નથી.


(સંકલિત)

- નાના જે. સોલંકી

-   

05 જાન્યુઆરી 2024

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે.

🇵 🇦 🇵 🇪 🇷  🇸 🇹 🇾 🇱 🇪 

✍️ *માર્ચ 2024માં લેવાનારી ધોરણ 10 SSC અને ધોરણ - 12 HSC બોર્ડની તમામ વિષયની નવી પેપર સ્ટાઈલ અને નમુનાનુ આદર્શ પ્રશ્નપત્ર.*
  
📗 *ધોરણ - 12 આર્ટસ :-* 
👉 https://cutt.ly/jwIXdSLY

📕 *ધોરણ - 12 કોમર્સ -* 
👉 https://cutt.ly/jwIXdSLY

📙 *ધોરણ - 12 સાયન્સ:-* 
👉 https://cutt.ly/jwIXdSLY

📚 *ધોરણ 10 નવી પેપર સ્ટાઈલ.*
https://cutt.ly/jwIXdSLY

*🚸 બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા તમામ વિધાર્થીઓ સુધી આ મેસેજ ફોરવર્ડ કરશો.*

03 જાન્યુઆરી 2024

સાવિત્રી બાઈ ફુલે - આજનો વિશિષ્ટ દિન


સાવિત્રી બાઈ ફુલે 

નામઃ- સાવિત્રી બાઈ ફુલે

ન્મ તારીખઃ- 3/01/1831

જન્મ સ્થળઃ- નાયગાંવ, સતારા, મુંબઈ, મહારાષ્ટ્ર

પિતાનું નામઃ- ખંડોજી નેવસે

માતાનું નામઃ- લક્ષ્મીબાઈ

પતિનું નામઃ- જ્યોતિબા ફુલે

વિશેષ યોગદાનઃ- વિધવા વિવાહ , અસ્પૃશ્યતા નાબૂદી, દલિત સ્ત્રીઓને શિક્ષિત બનાવવી

મૃૃૃૃૃત્યુઃ- 10/03/1897 પુણે, મહારાષ્ટ્ર, પ્લેગના કારણે

*જાણી અજાણી વાતો:-*

1. ઇ.સ. 1840માં જ્યારે તેમના લગ્ન મહાત્મા જ્યોતિરાવ ફુલે સાથે થયા ત્યારે સાવિત્રીજીની ઉંમર માત્ર નવ વર્ષની હતી.

2. જ્યોતિબા ફુલેએ ત્રીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો પરંતુ તેમને મરાઠા ભાષાનું સારું જ્ઞાન હતું. જેથી તેમના પતિ જયોતિબા ફૂલેએ તેમને શિક્ષણ અને લેખનમાં મદદ કરી.

3. વર્ષ 1848 માં, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે માત્ર 17 વર્ષના હતા, ત્યારે તમણે પતિ જ્યોતિબા ફુલે સાથે મળીને દલિતો અને મહિલાઓને શિક્ષિત કરવા માટે એક શાળાની સ્થાપના કરી.

4. એવું કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળામાં ભણાવવા જતા હતા ત્યારે રસ્તામાં લોકો તેમના પર ગાયનું છાણ, માટી, કાદવ વગેરે ઉછાળતા હતા.

5. સાવિત્રીબાઈ અને જયોતિબા ફૂલેની મહેનત અને સમર્પણને કારણે 18 જેટલી કન્યા શાળાઓ સ્થપાઈ.

6. સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સંચાલિત પુણેની એક કન્યા શાળાને દેશની પ્રથમ કન્યા શાળાનો દરજ્જો મળ્યો.

7. સાવિત્રીબાઈ ફૂલેને દેશની પ્રથમ કન્યા શાળાના નિર્દેશક અને આચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

8. સાવિત્રી બાઈ ફૂલેએ વર્ષ 1853માં બળાત્કાર બાદ ગર્ભવતી બનેલી મહિલાઓ માટે પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી હતી.

9. દેશની પ્રથમ કિસાન શાળા ખોલવાનો શ્રેય પણ સાવિત્રી બાઈ ફૂલેને જાય છે.

10. સાવિત્રીબાઈ ફુલે અને જયોતિબા ફૂલેએ 24 સપ્ટેમ્બર 1873ના રોજ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. તેમણે વિધવા પુનર્લગ્નની પરંપરા પણ શરૂ કરી હતી અને આ સંસ્થા દ્વારા 25 ડિસેમ્બર, 1873ના રોજ પ્રથમ વિધવા પુનર્લગ્ન કરવામાં આવ્યા હતા.


     સાવિત્રીબાઈ ફૂલેજી ભારતના એક મહાન સામાજિક કાર્યકર્તા હતા, જેમણે પોતાનું આખું જીવન સમાજને સુધારવામાં વિતાવ્યું હતું. તેમણે આ સમાજ ચાલી રહેેેલા કુરીવાજો, અંધશ્રધ્ધા અને અન્યાયો સામે અવાજ ઉઠાવ્યો અને સમાજ ગરીબ અને શોષીત વર્ગને શિક્ષણ અને ન્યાય મળે તે માટે મોટું યોગદાન આપ્યું હતુ.


(સંકલિત)

- નયના જે. સોલંકી-

 આંખો

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.