👉 ચાંચમાં પકડીને લાવેલા હતાં,
ઘર તણખલાના બનાવેલા હતાં.
કાગડો બોલ્યો હતો પેલી તરફ,
ચાંચમાં પકડીને લાવેલા હતાં,
ઘર તણખલાના બનાવેલા હતાં.
કાગડો બોલ્યો હતો પેલી તરફ,
આ તરફ મહેમાન આવેલા હતાં.
મહેલમાં તો ઊંઘ પણ આવે નહીં,
ઝૂંપડી કરનાર ફાવેલા હતાં.
ઊગવું તે આખરી નિષ્કર્ષ છે,
વિન્ટળાયા વૃક્ષને વેલા હતાં.
સર્વથી છાના અમે રાખ્યા પછી,
શબ્દમાં જખમો બતાવેલા હતાં.
-જિજ્ઞેશ વાળા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો